Friday 10 January 2020

એ જિંદગી

નીરવ એકાંત માં કંઈક યાદ આવે ,
ધૂંધળી છબીમાં પણ એક ફરિયાદ આવે ,
જિંદગી તે દીધેલા જખમો માં પણ આજ ,
મને ફરી કોઈ યાદ આવે ,
કેવાય છે કે ભૂતકાળ આઈનો છે વર્તમાનનો ,
કદાચ એટલે જ વર્તમાન માં ભૂતકાળ ના એંધાણ આવે ,
જખ્મો પણ આ જ ફૂલની જેમ હસે છે ,
કોઈની યાદોમાં એ અનરાધાર વરસે છે ,
જિંદગી તું કેમ સાવ આવી અક્કડ ચાલે આવે ,
જરા તો નમ હું ક્યાં તને કહું છું ,
કે તું મારા માટે ખુશીયોની બહાર લઈને આવે ,
જરા અમથી હસીને મને એકવાર તો બોલાવ ,
મને પણ જિંદગી જીવવાની થોડી મજા આવે ....

               - " ફુલ "
       

No comments:

Post a Comment

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...