Monday 13 April 2020

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે ,
ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે ,
અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે ,
એક તારી નજરના જ સ્પર્શ ને એ સમજે છે ,
તું સામે હોય તો વસંત ની બહાર બનીને મહેકે છે ,
પક્ષીઓની પાંખો લઈ ગગન આખામાં ગહેકે છે ,
તારા વિના સૂની પડેલી વેલની જેમ સુકે છે ,
બંધ કરી રદયના દ્વાર બધું જ પડતું મૂકે છે ,
એકાંતમાં એ મન ભરીને એકલું જ વરસે છે ,
દરેક ક્ષણ તને જોવા માટે તારી રાહમાં તરસે છે ,
એ પણ તારી જેમ જાણે બધું જ સમજે છે ,
એટલે જ બધાની સામે મુખોટા ચડાવી હશે છે ......

       - ' ફુલ '

       

No comments:

Post a Comment

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...