Saturday 3 August 2019

" પતિ-પત્ની "

એક આત્મા ને બે શરીર બની ગયા ,
કોઈ ન પૂછો અમને કે અમે ક્યાં આવી ગયા ,
ન કરશો અમને કોઈ  વિખૂટા કેમકે ,
 અમે એક બીજાની જિંદગી બની ગયા ,
આ સંસાર એક માનવમેળો છે જ્યાં મળી ,
અમે એકબીજાનો સહારો બની ગયા ,
સાથ દેઈશું છેવટના શ્વાસ લગી કારણકે ,
હવે અમે યુગલ પ્રેમી બની ગયા ,
પ્રેમ એટલો બધો છે કે જિંદગી નાની લાગે ,
એટલે જ તો ફરી જન્મ લેવા માટે ,
અમે બહાવરા બની ગયા ,
દુનિયામાં જે સૌથી નિરાળો સંબંધ છે ,
એને એક બીજાના નામે કરી ગયા ,
એટલે જ તો " પતિ-પત્ની "બની ,
એકબીજાના  "મિત્ર " બની ગયા .....

         - " ફૂલ "
     

2 comments:

  1. વિચાર્યું હતું એવું જ આપણને નસીબ મળ્યું,
    સૌથી વ્હાલું જ બંનેયને, સૌથી નજીક મળ્યું.

    શમણાં સદા સાચા થયા જે જોયા ભેગા મળી,
    જે પણ મળ્યું આપણને તો વાસ્તવિક મળ્યું.

    કોઈ ઉત્સવ હોય જાણે આ આપણું મિલન,
    કુદરતનું કણ કણ આમાં, જાણે શરીક મળ્યું.

    કોઈ હોય જે ચાહે મને ખુદ મારાથી પણ વધુ,
    ચાહ્યું એ જ તારા હ્રદય રૂપે જાણે સટીક મળ્યું.

    ReplyDelete

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...