હું તો રેત માં રમતું નગર છું પળભરમાં વિખેરાઇ જઈશ ,
તું મારી તલાશ આયા ન કર બસ દિલથી મને યાદ કર ,
તારી દરેક ક્ષણમાં હું યાદ બનીને સમાઈ જઈશ ,
ઝાંઝવાના નીર થી ક્યારેય કોઇની તરસ નથી છિપાતી ,
પણ એકવાર મારી આશ તો કર તારા જીવનમાં ,
તારી તૃષાની કાજ તો હું વાદળ બની વરસી જઈશ ,
ક્યારેક તારી સાથે લડું છું તો ક્યારેક પોતાની જાત સાથે ,
સ્વીકારી લીધી વાસ્તવિક્તા હવે તો તારા ને મારા જીવનની ,
તું ચિંતા ન કર હવે તો જીંદગી તારા માટે જ જીવી જઈશ ,
ન છોડતો મારો સાથ જીવનના કોઈપણ વળાંક પર ,
હું પણ પુરા પ્રયત્નો કરીશ તારો સાથ નિભાવવાના ,
તારી દરેક ઈચ્છાને જીવનના છેલ્લા શ્વાસ સુધી પૂરી કરતી જઈશ ,
તારા શબ્દો ની સરવાની નો પ્રવાહ અવિરત ચાલુ રાખ ,
મારા જીવનની ગઝલને એની ખુબ જરૂર છે ,
તારા એક સ્પર્શ થી હું જીવન સંગીત અને મધુર બનાવતી જઈશ ,
આ કવિતા નહીં મારા હૃદયની લાગણીઓ છે ,
મારા હૃદયમાંથી નીકળી તારા હૃદય સુધી પહોંચતી ઉર્મીઓ છે ,
તુ ચાહજે મને કાયમ તારા પ્રેમના પ્રવાહમાં હું આમ જ તણાતી જઈશ ...
- " ફૂલ "

લોહી પણ થોડું હુંફાળું થઇ જાય છે
ReplyDeleteનસે નસ માં જયારે તું વહી જાય છે