તારા નિઃસ્વાર્થ પ્રેમ સાથે બંધાયેલી છું ,
બાકી હું ક્યાં કશે થી સંધાયેલી છું ,
તારી લાગણી ના કાચા તાંતણે વણાયેલી છું ,
બાકી હું ક્યાં કોઈ ડોરથી ખેંચાયેલી છું ,
તારી યાદો ના વાદળોથી ઘેરાયેલી છું ,
બાકી હું ક્યાં ઘટા બની છવાયેલી છું ,
તારા હૃદયમાં સ્મૃતિ બની છુપાયેલી છું ,
બાકી હું ક્યાં બીજે ક્યાંય સંઘરાયેલી છું ,
કાયમ મળું છું હું તારા જ અસ્તિત્વમાં ,
બાકી હું ક્યાં બિજે ક્યાંય સંતાયેલી છું ,
'ફૂલ' ને ગોતવાના વ્યર્થ પ્રયત્ન ના કરો ,
હું તો ફોરમ બની સારાએ બાગમાં સમાયેલી છું.....
- " ફૂલ "

No comments:
Post a Comment