Friday 2 August 2019

" તું "

 - તું કોઈ પત્ર નથી કે તને કવરમાં છુપાવી દઉં,
   તું તો મારી જિંદગીનું સત્ય છે,
  જે મારી આત્મા સાથે બંધાયેલું છે ...

 - મારા દરેક શબ્દોમાં મારા મનની લાગણીઓ છલકાઈ છે,
   આમાં મારો કોઈ કમાલ નથી ,તારી જ મહેરબાની છે,
   કે, તું ન હો તો, હવે મારી કલમમાં પણ તારો અભાવ વર્તાય છે ...

- આ કલમ પણ તારી યાદો જેવી જ  જીદ્દી છે,
  તારા વિના એકલતા મારી દરેક ક્ષણ,
  તારા વિશે લખવામાં જ વિતી છે ...

- તને મળ્યા પછી જિંદગી કેવી બદલાઈ ગઈ છે,
  પેલા દરેક કામ મનની મરજીથી કરતી હતી,
  હવે દરેક વાતમાં તારી જ અરજી ચાલે છે ...

- મારામાં તો એક જ હુન્નર છે તને ચાહવાનું,
 બાકી તને મારામાં જે દેખાય છે એ તો તારી નજર નો કમાલ છે ...

                                       - " ફૂલ "
                 

1 comment:

  1. તને ગમે ભીની માટીની મહેક અને મને તું,
    તને ગમે ઘર-ચકલીની ચહેક અને મને તું.

    આકાશમાં બન્યું ઇન્દ્રધનુષ જે તને પ્રિય છે,
    તને ગમે તેના રંગ દરેકે દરેક અને મને તું.

    પડ્યા ટીપાં ધરા પર ને નાચે તું તરત જ,
    તને ગમે સુંદર મોરની ગહેક અને મને તું.

    સૂર્ય લુચ્ચો છુપાઈને જુએ આપણું મિલન,
    તને ગમે ખુબ વાદળની રેખ અને મને તું.

    છળકપટ ન ગમે ‘અખ્તર’ને પણ તારી જેમ,
    તને ગમે વ્યક્તિત્વ સાવ શ્વેત અને મને તું.

    ReplyDelete

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...