Saturday, 17 August 2019

" શબ્દ "

શબ્દો પર હંમેશા સંયમની લગામ  રાખું છું ,
કારણકે એ પથ્થરને નહીં લોકોના હૃદયને ચીરે છે ,
એ વાત કાયમ યાદ રાખું છું ,
છતાં પણ ઘણીવાર શબ્દોના બાણ ઊર્મિઓ વધી જાય ,
ત્યારે માફી માંગી શકું એટલું કુમળું હ્રદય પણ રાખું છું ,
રાખું છું બધાની સાથે હંમેશા લાગણીભર્યા સંબંધો ,
જ્યાં પારકા પણ પોતાના બની જાય એવા વ્યવહારનાં પુલ  બાંધું છું ,
પ્રયત્નો તો કાયમ એવા જ હોય કે સમજી શકું લોકોના હૃદયને ,
પણ જ્યા એ શક્ય નથી ત્યાં પોતાની જાત સાથે સમાધાન સાધુ છું ,
બતાવી લોકોને એની ખામી ફરિયાદ કરવી એ મારો સ્વભાવ નથી ,
હસતા મોઢે એને સ્વીકારી શકું હે ઇશ્વર બસ એટલી જ તાકાત  માગું છું.........

                  - ' ફુલ '
         

No comments:

Post a Comment

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...