Thursday, 22 August 2019

" હ્રદયસ્પર્શી પંક્તિઓ "

- હસતી આંખો ને એની ખુશીનું કારણ ન પૂછો ,
  દુઃખના દરિયા ઓ છલકી ઉઠશે તો સહી નહી શકો તમે ...

- હસો બધાની સાથે પણ રડવું કાયમ એકાંતમાં ,
  કેમકે ખોલી શકાય જ્યાં હૃદય એવા સંબંધોની અછત છે ...

- દરેક ક્ષણ જીવું છું એવી રીતે જાણે અંતિમ હોય ,
  કદાચ એટલે જ જીવન જીવવાની મજા આવે છે ...

- પહેલ તો મારી જ હતી આ સંબંધમાં એટલે જ વગર કહીએ તને સમજુ છું ,
  સ્વીકારી આ જન્મમાં તે મને એને મારા જન્મો જન્મ નું ઋણ સમજુ છું ,
  ચૂકવી શકું ક્યારેય એને તો વિના સંકોચે મને કહી દેજે ,
  બાકી તું માને કે ન માને તને મારા જીવનનો આધાર સમજુ છું ...

- મારા ધબકતા હ્રદય પર એક વાર હાથ મૂકી જો ,
 એનો દરેક ધબકારે કોનું નામ જપે છે એ સાંભળી જો ,
 જીવન ની પરિભાષા તને સમજાવી જોવું ,
 એકવાર જિંદગી મારા હાથમાં તો સોંપી  જો ...

- મારી અધૂરી વાર્તા નો છેડો ગોતવો હશે તો દુનિયાને તારા સુધી પહોંચવું પડશે ,
 નહીં તો કાયમ આપણી મધૂરી વાર્તા નો અંત શોધવા એમને ભટકવું પડશે ...

                         - " ફુલ "
           

No comments:

Post a Comment

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...