Thursday, 22 August 2019

" કિસ્મત "

કિસ્મત ના ખેલ પણ કેવા નિરાળા હોય છે ,
પોતાની સાથે જ ખેલાતા હોય છે છતાં ,
ક્યાં સમજાતા હોય છે કોઈના થી પણ ,
બધાની એક જ ફરિયાદ છે આમ કેમ ?
માગો તે મળતું નથી ને મળે એ ગમતું નથી ,
એમ છતાં નિભાવવું પણ પરવડતું નથી ,
સંબંધોના તાણાવાણા માં બધા  ગુચવાયૅલા છે ,
છતાં મનના એક ખૂણામાં એકાંત હોય છે ,
જ્યાં કોઈના નામ પર કુરબાન થવાનો તલસાટ હોય છે ,
કિસ્મત નું નામ આપી દુઃખ સહન કરે છે બધા ,
 બાકી થઈ શકતું નથી કાંઈ એમ કોઈ કહેતા નથી ,
વાસ્તવિકતા સ્વીકારવી અઘરી છે દોસ્તો ને ,
જે સ્વીકારી શકે તેવા હૃદય બધાની પાસે હોતા નથી ,
ક્યારેક તો આપીને પાછો લઈ લે ને ક્યારેક તો ,
એટલું મોડું આપે કે પછી કાંઈ થઈ શકતું નથી ,
કેમ આવું કરે તું કિસ્મત બધાની સાથે બોલ ,
' ફૂલ 'ને પણ જો કેવું છે કેટલું પણ કહી શકાતું નથી ......

                 - " ફુલ "
         

No comments:

Post a Comment

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...