Sunday, 15 December 2019

લાગણી

કેમ કહું તને કે મને શું થાય છે ,
કહેવું તો ઘણું છે પણ શબ્દો અટવાય છે ,
જાહેર કરવા ઇચ્છું છું પણ નથી થઈ શકતું ,
મારી લાગણીઓ મારી અંદર જ રહી જાય છે ,
હું જ જાણું કે હું કેટલી મૂંઝાવ છું ,
જ્યારે લાગણીથી ભીંજાયેલા હૃદય કંપી જાય છે ,
તને યાદ કરું તો વાતો કરવાનું મન થાય છે ,
આવે જો સામે તો શબ્દો ની સરવાણી સુકાય છે ,
એકાંતમાં મન બહુ જ અધીર બની જાય છે ,
તારા મિલન થી નયન છલકાઈ જાય છે ,
મને ખબર છે કે હું રડું એ તને નથી ગમતું ,
પણ તને જોઉં ત્યાં મારું સર્વસ્વ પીગળી જાય છે ,
એમ તો હું પણ તારા જેવી જ મજબૂત છું ,
તોયે તારા નયન સ્પર્શથી મારી ઉર્મિઓ છલકાઈ જાય છે ,
છે એમ તો હજારો ફૂલ બગીચામાં છતા પણ ,
કર્યો તે મારો સ્વીકાર એ વિચારથી મારી જાત ધન્ય બની જાય છે ...

                 - " ફુલ "
         

No comments:

Post a Comment

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...