Friday, 6 December 2019

" હસ્તિ "

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
 આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ ,
નથી રહી જતો ખાલીપો કોઈની પણ પાછળ ,
બસ આ તો દુનિયા ખાલી કરે ખોટી રોકકડ ,
જીવતી હસ્તિ જો હસતી હોય સદાય તો બીજું શું જોઈ,
 મર્યા બાદ પણ એ અમર રહે તેથી વધુ શું હોય ?
 મારી હસ્તી ને આમ અલગ ના કર તારાથી એ દોસ્ત ,
તારી હસ્તિ પાછળ જ મેં બધું ખોયું એ તો યાદ કર,
 વહી ગઈ હસ્તી આ દુનિયામાંથી ને રહી ગયા માત્ર પગલાં,
 જૂની યાદો તાજી કરવા નીકળ્યા ફરી એ સુગંધ કેરા ઢગલા ,
મારી હસ્તી ને બીજે ક્યાંય ગોતવા ની જરૂર નથી ,
મળશે એ તારા હૃદયમાં ખરેલા ફૂલની સુગંધ બની ...

             - " ફુલ "
       

No comments:

Post a Comment

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...