કેશવ ના અનેક રૂપોમાં મીરા નું પણ એક સ્વરૂપ છે ,
માધવ ની પ્રીત નો પ્યાલો એને પીધેલો ભરપૂર છે ,
ગોકુળની ગોપીઓ એને પામવા જ્યાં ઘેલી છે ,
ત્યાં મીરાં એની મસ્તીમાં જ મસ્ત રચેલી છે ,
રાધા ને કાન્હા ના મુખડાની માયા સતાવે છે ,
પણ મીરાં એના મોહનને ભક્તિરસથી મનાવે છે ,
જ્યાં રાધાની પાયલ અને કૃષ્ણની મોરલી થકી ,
આખું જગત રાસલીલા માં માણે છે ,
ત્યાં મીરા તો ઝેરનો પ્યાલો પી ને પણ ,
એકલી-અટૂલી એની જ ધૂન મા રાચે છે ,
દુનિયા આખી ભલે દુશ્મન થઈ જાય તોય શું ?
મીરા નો આત્મા તો એના મોહન માં બિરાજે છે ,
રાધા જો માધવના હૃદયમાં સમાયેલી છે ,
તો મીરા એની નિર્લેપ લાગણીઓ માં જડાયેલી છે ,
અલગ નહીં કરી શકાય એમાંથી કોઈને પણ ,
કેમ કે સમગ્ર વિશ્વ માધવના હૃદયમાં અને ,
માનવનું હૃદય એના પ્રિય પાત્રોમાં વિરાજે છે ...
- " ફુલ "

No comments:
Post a Comment