Thursday, 12 December 2019

યાદો નો સ્પર્શ

યાદો નો સ્પર્શ એટલો અજબ હોય છે ,
કોઈ પાસે નથી હોતું પણ બહુ જ નજીક હોય છે ,
ન ભૂલી શકાય જેને ક્ષણભર પણ એટલો અજીબ હોય છે ,
ભુલાય જ ક્યાં છે કે યાદ કરવાની જરૂર પડે ,
એની યાદો નો સ્પર્શ એટલો બધો લજીજ હોય છે ,
મન ભરી ને માણવાનો મોકો તો નસીબદારને જ મળે ,
બાકી બધાના નસીબમાં ક્યાં એવા અસીલ હોય છે ,
મળે છે કોઈકને જ એવા દિલદાર જીવનમાં ,
કે જેના માટે કંઈ પણ કરી છૂટવા મન તૈયાર જ હોય ,
બાકી ક્યાંય એવો સંગમ બધાને નસીબ હોય છે ,
છેવટના શ્વાસ લગી સાથ આપવાનો વાયદો હોય ,
એવા રકિબ બધાને મળે તો આ દુનિયા સ્વર્ગ બની જાય ,
અને વારંવાર આ ધરતી પર આવવાની અરજ થઈ જાય ,
પણ અસલ દુનિયામાં આવું થવું એ પણ મુશ્કેલ હોય છે ,
ધરતી પર અવતરી ને માનવ દેહધારી જીવન જીવવુ ,
આમાં તો ઈશ્વર પણ કાંઈ ન કરી શકે તો માણસનું શું ગજું ,
નહીં તો મીરા ના નસીબમાં માધવ ની પ્યાસ આટલી રસિક ન હોય ....

                        - " ફુલ "

     

No comments:

Post a Comment

' મારૂ હ્રદય '

હું તને શું સમજાવું તું બધું જ સમજે છે , ઈશ્વરની મરજી સામે આપણું ક્યાં કંઈ ઊપજે છે , અકળ આ હ્રદયના દ્વાર ક્યાં બધા માટે ખુલે છે , એક તાર...